ઉમરગામના સરપંચોને સાયબર ક્રિમિનલોઍ ટાર્ગેટ બનાવ્યા
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ ઉમરગામ તાલુકામાં સાયબર છેતરપિંડીનો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. અગાઉ આંગણવાડી કાર્યકર બહેનોને ટાર્ગેટ કરનારા સાયબર ક્રિમિનલોઍ હવે ગામના સરપંચોને નિશાન બનાવ્યા છે. અજાણ્યા નંબરથી આવતા કોલ દ્વારા સરપંચો પાસેથી બ્વ્ભ્ મેળવીને છેતરપિંડી કરવાના પ્રયાસો વધી રહ્ના છે. ઉમરગામ તાલુકાના સરપંચોને અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્ના છે. ફોન કરનાર પોતાને સરકારી અધિકારી, બેંક કર્મચારી, વીમા કંપની પ્રતિનિધિ અથવા ગામના કોઈ નાગરિકનો ઓળખીતો હોવાનું જણાવે છે. ત્યારબાદ વાતોમાં પાડીને ગામના ફલાણા નાગરિકની સહાય/સબસિડી/યોજનાના પૈસા જમા કરવા છે તેવું બહાનું આગળ ધરે છે. સરપંચ પાસેથી મોબાઈલ પર આવેલો બ્વ્ભ્ માંગીને તેના દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સરપંચનું નામ વાપરીને ગામના લોકોને પણ ફોન કરીને વિશ્વાસમાં લેવાનો -યાસ થાય છે.
નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીઍ જણાવ્યું છે કે સાયબર ક્રાઇમની ઘટનાને લઇ વલસાડ પોલીસ દ્વારા અનેક લોકદરબાર તથા વિશેષ બેઠકો કરી લોક જાગૃતિ કેળવવામાં આવે છે. છતાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે. જેથી ઉમરગામ તાલુકાના તમામ સરપંચો તથા નાગરિકોને સાવધાન રહેવું જરૂરી છે. કોઈપણ અજાણ્યા નંબરને બ્વ્ભ્, બેંકની વિગતો કે આધાર નંબર ન આપો સરકારી યોજનાના નામે ફોન આવે તો સીધા તાલુકા પંચાયત કે પોલીસ સ્ટેશનમાં ચકાસણી કરો ગામના નાગરિકનું નામ લઈને દબાણ કરવામાં આવે તો પણ ઉતાવળે નિર્ણય ન લો. સાયબર ક્રિમિનલો લોકોનો વિશ્વાસ જીતવા માટે ગામના લોકોના નામનો પણ ઉપયોગ કરી રહ્ના છે. જેથી કોઈપણ શંકાસ્પદ કોલ આવે તો તરત જ ૧૯૩૦ સાયબર હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ઘટના બાદ ઉમરગામ તાલુકાના સરપંચો ઍકબીજાનો સંપર્ક કરી ટેલીફોનિક ખેતરપિંડી નો ભોગ ન બને તે માટે ઍકબીજાને માહિતગાર કરી રહ્ના છે.
