Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

કપરાડા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો

કપરાડા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ કપરાડા તાલુકાની ઍક સગીર વયની તરુણી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.  પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઍ આશરે પાંચ મહિના અગાઉ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને ઘરેથી ભગાડી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતાં માતાઍ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે  પોક્સો (ભ્બ્ઘ્લ્બ્)  સહિત જરૂરિયાત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.