Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

સેલવાસમાં રમત વિજ્ઞાન પર કાર્યશાળા યોજાઈ

સેલવાસમાં રમત વિજ્ઞાન પર કાર્યશાળા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૫ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના રમતગમત અને યુવા બાબતો વિભાગ દ્વારા આજે સિલવાસાના કલા કેન્દ્ર ખાતે રમત વિજ્ઞાન વિષયક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યશાળાનો મુખ્ય હેતુ શારીરિક શિક્ષણના શિક્ષકો, કોચ, ટ્રેનરો અને રમતગમત સાથે જોડાયેલા કર્મચારીઓને રમત વિજ્ઞાનની આધુનિક અને વૈજ્ઞાનિક તાલીમ પદ્ધતિઓ અંગે માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ રમતગમત અને યુવા બાબતો વિભાગના નિયામક અરુણ ગુાઍ જણાવ્યું કે ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે વૈજ્ઞાનિક તાલીમ, સંતુલિત પોષણ, માનસિક સજ્જતા, ઇજાઓથી બચાવ અને અસરકારક પુનર્વસનનું જ્ઞાન અત્યંત જરૂરી છે. કાર્યશાળામાં વિવિધ નિષ્ણાતોઍ રમતગમત તાલીમ, ખેલાડીઓના પુનર્વસન, પ્રતિબંધિત દવાઓ અંગે જાગૃતિ, હાર્ટ રેટ આધારિત તાલીમ, પોષણ તેમજ મસાજ દ્વારા સ્નાયુઓની પુનઃપ્રા અને ઇજાઓની રોકથામ જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું.
કાર્યશાળામાં કેન્દ્રશાસિત પ્રદેશની સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓના શારીરિક શિક્ષણના શિક્ષકો, કોચ અને રમતગમત વિભાગના અધિકારીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવી પહેલો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં રમતગમતના વૈજ્ઞાનિક વિકાસને વધુ પ્રોત્સાહન મળશે.