Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

રૂઝવણી ગામે કુવામાં પડી જતાં યુવકનું મોત

રૂઝવણી ગામે કુવામાં પડી જતાં યુવકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૪ ઃ ચીખલી તાલુકાના રૂઝવણી ગામે ઍક યુવાન આકસ્મિક રીતે ફુવાના ઊંડા પાણીમાં પડી જતા ડૂબી જતા મોત નીપજ્યું હોવાની ઘટના ખેરગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકાના રૂઝવણી દુકાન ફળિયા ખાતે રહેતા ધર્મેશ અમરત પટેલ ઉ.વ. ૩૬ જે છૂટક મજૂરી કરતો હોય જે સોમવારના  રોજ બપોરના સમયે છીબુંભાઈ પટેલના ઘર પાસે આવેલ ખેતર ના કૂવા પાસે ધર્મેશ જતો હતો દરમિયાન ધર્મેશ ને કુવા પાસે જવાની ના પાડેલ છતાં પણ ધર્મેશ પટેલ કુવા પાસે જઈને ડોક્યુ કરીને કૂવામાં જોવા જતા આકસ્મિક રીતે કુવાના પાણીમાં પડી જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું. બનાવની વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.