Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી રેલ્વે સ્ટેશન પર મુસાફરોના ફોન ચોરનાર બે ઝડપાયા

વાપી રેલ્વે સ્ટેશન પર મુસાફરોના ફોન ચોરનાર બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૪ ઃ પડ્ઢિમ રેલવેના  મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સાદાની અને મુંબઈ સેન્ટ્રલના વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુક્ત સંતોષ કુમાર સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ય્ભ્જ્ વાપીના ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને ઞ્ય્ભ્ ભ્ત્ ઍ.ઍ. દેસાઈ દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાનમાં રેલવે પોલીસે ચોરીના ૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રથમ કેસમાં ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૦૪ઃ૩૦ કલાકે ય્ભ્જ્ અને ઞ્ય્ભ્ ના સ્ટાફ ઍ પ્લેટફોર્મ નં.૧ પર શંકાસ્પદ દેખરેખ રાખી રહ્ના હતા. આ દરમિયાન ભ્ય્લ્ પાસે સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરતા છોટુ યાદવ ઉ.વ. ૩૨, રહે. રોહતાસ, બિહારને રંગે હાથ પકડવામાં આવ્યો. તેની પાસેથી ર્ય્ફૂશ્રૃફૂ ૧૫હ્ ૫ઞ્ મોબાઈલ કિં. રૂ. ૨૪,૦૦૦ કબ્જે કરાયો. ફરિયાદી નિતેશ કુમાર, રહે. ભાગલપુર, બિહારે પોતાનો મોબાઈલ ઓળખી આપ્યો.
બીજા કિસ્સામાં  સવારે ૦૫ઃ૪૦ કલાકે ટ્રેન નં. ૧૯૪૧૭ માંથી ઉતરતા ઍક શંકાસ્પદ યુવકને રોકી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. તપાસમાં તેનું નામ વિજય દૌલત શાલુખે ઉ.વ. ૨૧, રહે. નવસારી હોવાનું ખુલ્યું. તેની પાસેથી રૂ. ૬,૫૦૦ સાથેનું પર્સ મળ્યું. પૂછપરછમાં તેણે ૧૧/૦૭/૨૦૨૬ ના રોજ આ જ ટ્રેનમાંથી પર્સ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. બંને આરોપીઓને આગળની કાયદેસર કાર્યવાહી માટે ઞ્ય્ભ્ વાપીને સોંપવામાં આવ્યા છે.