Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

રોણવેલ વિદ્યાલયમાં સાઇબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રોણવેલ વિદ્યાલયમાં સાઇબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ  રોણવેલમાં આજ રોજ સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. શાળાના રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલમાં વલસાડ  રૂરલ પી. આઈ. સુખવીંદરસિંહ ગડ્ડુ  વલસાડ જિલ્લા સાયબર આઈ.ટી. ઍક્સપર્ટ વૈભવભાઈ પટેલ  વલસાડ રૂરલ પો. હેડ કો. સુનિતાબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું , ધોરણ ૯ થી ૧૨ ના તમામ બાળકોને સાંપ્રત સમયમાં સાઇબર ક્રાઇમ, સાઇબર સિક્યુરિટી, સાઇબર જાગૃતતા અને સાઇબર ફ્રોર્ડથી બચવાની પ્રક્રિયા વિશે વિગતે સમજૂતી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ડૉ. ધનસુખભાઈ આહીર   ના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવ્યું હતું.