ધનોરીમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા અને દંડ
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ તાલુકાના ધનોરી ગામે રહેતા પતિઍ ઍ પોતાની જ પત્નીની કરપીણ હત્યા કરનારા નરાધમ પતિને આજીવન કેદની સજા અને રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારતો હુકમ વલસાડની કોર્ટે કર્યો છે. જો દંડ નહિ ભરે તો વધુ ઍક માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે. વલસાડ તાલુકાના ધનોરીગામના કુંભારવાડમાં આરોપી હર્ષદભાઈ છગનભાઈ પ્રજાપતિ પત્ની સુનિતાબેન પ્રજાપતિ સાથે રહે છે. પતિ-પત્ની વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી અણબનાવ ચાલતો હતો. પતિ હર્ષદ અવારનવાર પત્ની સુનીતાબેન સાથે બોલાચાલી અને ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો. બનાવના આશરે વીસેક દિવસ પહેલા પણ હર્ષદ પ્રજાપતિ ઍ પત્ની સુનીતા સાથે ભારે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ હિંસક આક્રોશમાં આવીને પતિ હર્ષદે પત્ની પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.જે અંગે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો
સુનાવણી દરમિયાન આરોપી તરફથી ઍવી રજૂઆત કરવામાં આવી હતી કે તે નિર્દોષ છે અને તેની પત્ની દારૂ પીવાની ટેવવાળી હતી. બનાવના દિવસે તે દારૂ પીને ઘરે આવી રસોઈ બનાવતી વખતે લાકડાં પર પડી જતાં તેને ઈજા થઈ હતી અને કમરના મણકાનું ફ્રેક્ચર થવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. જો કે, સરકારી વકીલ ઍન.ડી. પ્રજાપતિઍ ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરીને દલીલોને પાયાવિહોણી સાબિત કરી હતી. સેશન્સ જજ નિપા ચંદ્રકાંત રાવલે ચુકાદો આપતા નોંધ્યું કે, દરેક વ્યક્તિનું મૃત્યુ નિડ્ઢિત છે, પરંતુ ગુજરનાર સ્ત્રીનું અકુદરતી અને અકાળ મૃત્યુ થયું છે જે અત્યંત દુઃખદ છે. સમાજમાં સ્ત્રી શક્તિ સ્વરૂપ છે અને પતિઍ તેનું સુરક્ષા કવચ બનવું જોઈઍ. પતિ દ્વારા જ જો આવું કૃત્ય થાય તો તે સમાજ માટે લાલ બત્તી સમાન છે.
વલસાડ સત્ર અદાલતે (લ્ઘ્ ફબ્. ૧૮/૨૦૨૩) તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી આરોપી હર્ષદભાઈ છગનભાઈ પ્રજાપતિને ઇ.પી.કોડની કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ ઍક માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.
