Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

ધરમપુરમાં ‘મંડાલા આર્ટ’ વર્કશોપ યોજાયો

ધરમપુરમાં ‘મંડાલા આર્ટ’ વર્કશોપ યોજાયો



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૩ ઃ લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર તથા ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મંડાલા આર્ટ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલા આ વર્કશોપમાં આશરે ૧૦૦ જેટલા બાળકો, યુવા-યુવતીઓ અને મહિલાઓઍ ઉત્સાહભેર ભાગ લઈ આ અનોખી કલાશૈલી શીખી હતી. મંડાલા આર્ટ વર્તુળાકાર, સમમિત (લ્ક્કૃફૂદ્દશ્વર્જ્ઞ્ણૂશ્ર) અને ભૂમિતીય આકારો પર આધારિત પ્રાચીન ભારતીય કલાશૈલી છે. ‘મંડલ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ વર્તુળ અથવા પવિત્ર ચક્ર થાય છે. આ કલાનો ઉપયોગ ધ્યાન (પ્ફૂફુજ્ર્ઞ્દ્દીદ્દજ્ઞ્ંઁ), ઍકાગ્રતા, માનસિક શાંતિ તેમજ ધાર્મિક વિધિઓ, યજ્ઞ અને મંદિર સ્થાપત્યમાં પણ થતો આવ્યો છે. આજે મંડાલા આર્ટ ઘર સજાવટ, ચિત્રકામ, ટેટૂ, કપડાંની ડિઝાઇન અને આર્ટ થેરાપી જેવા અનેક ક્ષેત્રોમાં લોકપ્રિય બની છે.

વર્કશોપમાં મુંબઈથી ખાસ પધારેલા પ્રમાણિત મંડાલા કલાકાર તથા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ શ્રીમતી કોમલબેન ગોરીઍ સહભાગીઓને મંડાલા આર્ટની વિવિધ પદ્ધતિઓ અને તેની વિશેષતાઓ અંગે માર્ગદર્શન આપી પ્રાયોગિક તાલીમ આપી હતી.

આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ  મયંકભાઈ મોદી, ચીફ ઓફિસર ડૉ. વિજય ઈટાલિયા, લાઈબ્રેરી ચેરમેન દીપમાલા ચોનકર, પાલિકા સભ્ય સમીપભાઈ રાંચ તથા ભક્તિબેન કાપડિયા ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવોઍ કાર્યક્રમની સફળતા બદલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના સ્ટાફ તેમજ તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા કૌશલ્ય વિકાસલક્ષી કાર્યક્રમોને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

વર્કશોપના સફળ આયોજન માટે લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ઇન્દ્રાબેન વત્સ તથા તેમની ટીમ અને માહારાણા નારણદેવજી લાઈબ્રેરીના લાઈબ્રેરિયન નિમેષભાઈ ભટ્ટ તથા ધરમપુરના તબીબ ડો યોગેશભાઈ વડોરે  નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.