નવસારીનો પૂર્ણા નદીનો વિરાવળ પુલ ૩૧ અોગસ્ટ સુધી ભારે વાહનો માટે બંધ
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૧૩ ઃ નવસારી જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ના પૂર્ણા પુલની ઍક વર્ષ પહેલા ગંભીરા દુર્ઘટના બાદ ગાંધીનગરની ટીમે મુલાકાત લઈ નબળો જાહેર કરેલો, આજ દિન સુધીમાં તંત્રઍ શું ખામી છે, કયાં નબળો છે, કઈ જગ્યાઍ છે, ઍવી કોઈ પણ બાબતની ઍક વર્ષમાં નથી તપાસ કરી કે નથી તેના માટેના સમારકામના પગલાં ભર્યા. પરિસ્થિતિ ઠેરની ઠેર છે પરિણામે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લગભગ પાંચમું પ્રતિબંધક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે ૩૧ ઓગસ્ટ ૨૬ સુધી ભારે વાહનો ની અવરજવર નહીં કરવા માટે લાગુ પડ્યું અને યથાવત વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે. હળવા વજનના વાહનોની અવર-જવર ચાલુ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ઍન.લીખીયા, નવસારી ઍ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) મુજબ મળેલ સત્તાની રૂઍ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (કસ્બાપ૨-વિરાવળ-નવસારી રોડ) પર આવેલ પૂર્ણા નદી બ્રિજ (ચેઈનેજ કિ. મી. ૩૬૩/૦૦ થી ૩૬૩/૪૦૦) ઉપર ભારે કોમર્શિયલ વાહનોના અવર-જવર પર તા.૦૩-૦૬-૨૦૨૬ થી આગામી તા.૩૧-૦૮-૨૦૨૬ સુધી પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.( અગાઉના જાહેરનામાની મુદત ૩૦/૬ ના રોજ પૂરી થઈ હતી અને આ નવું જાહેરનામું પણ ૧૩મી જુલાઈઍ વિલંબ થી બહાર પડ્યું છે) સુરત નવસારી જોડીયા શહેરની રોજ હજારો પ્રવાસી જનતા ઍસટીમા ચકરાવે દોડતા વધુ ભાડા અને સમય ખર્ચે છે જે પરિસ્થિતિ છેલ્લા ઍક વર્ષથી ભોગવી રહી છે કમ સે કમ ઍસટી સેવા તો ચાલુ થવી જ જોઈઍ ઍવી લોક લાગણી છે. સરકારી તંત્ર હાલમાં માત્ર જાહેરનામાં નું લંબાણ જ કરવામાં માને છે નક્કર કાર્યવાહી નહીં- ઍવું પ્રજાનું માનવું છે.
