ચલાના શુભમ-૩ના ટ્રાન્સફોર્મરમાં આગ
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી-દમણ રોડ પર આવેલી શુભમ ૩ બિલ્ડીંગના ટ્રાન્સફોર્મરમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટ્રાન્સફોર્મરમાંથી ધુમાડા અને જોરદાર જ્વાળાઓ નીકળતા જ રહીશો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.આગના કારણે બિલ્ડીંગ સહિત આસપાસના વિસ્તારનો આખી રાત વીજ પુરવઠો બંધ રાખવો પડ્યો હતો.
જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. વીજ તંત્ર દ્વારા સવારે ટ્રાન્સફોર્મર રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
