Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

રોહીણા આશ્રમશાળામાં પોક્સો અધિનિયમ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

રોહીણા આશ્રમશાળામાં પોક્સો અધિનિયમ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૧૩ ઃ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના અંતર્ગત પારડી તાલુકાના રોહિણા ગામની આશ્રમશાળા ખાતે પોક્સો (ભ્બ્ઘ્લ્બ્) અધિનિયમ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ, શાળાના પ્રિન્સિપાલ, પેરા લીગલ વોલન્ટિયર્સ, બાળ સુરક્ષા કચેરી, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં. સેમિનારમાં પોક્સો અધિનિયમ- ૨૦૧૨ની જોગવાઈઓ, ગુડ ટચ - બેડ ટચ, બાળકોના અધિકારો, બાળ સુરક્ષા, જાતીય શોષણથી બચવાના ઉપાયો, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પલાઇન- ૧૮૧ તથા અન્ય સહાય સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. 

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી કોઈપણ પ્રકારની અયોગ્ય ઘટના બને તો નિર્ભયપણે સંબંધિત સત્તાધિકારી અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો તેમજ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.