Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

સાંસદ ઉમેશ પટેલના આક્ષેપો પાયા વિહોણા હોવાનું તારણ

સાંસદ ઉમેશ પટેલના આક્ષેપો પાયા વિહોણા હોવાનું તારણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ વાપી મહાનગરપાલિકાની ચંડોર સ્થિત ડમ્પિંગ સાઇટ પર કોમ્પોઝ પ્લાન્ટની મશીનરી બંધ હોવા તેમજ પ્રોટેક્શન વોલ તૂટી જવાના કારણે દમણગંગા નદીમાં પ્રદૂષણ સ્વરૂપે કચરો જતો હોવાના  મુદ્દે દમણના સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઞ્ભ્ઘ્ગ્) હરકતમાં આવ્યું છે. આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાપી વિભાગની ટીમે વાપી મહાનગરપાલિકાના કમિશ્નર સાથે તેમની કચેરીમાં તેમજ ચંડોર સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચંડોર ગામ તરફની ઍક ખેતરને લાગુ પ્રોટેક્શન વોલના કેટલાક ભાગ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. દિવાલનું સર્વે કરીને તેના તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન દમણગંગા નદીમાં ડમ્પિંગ સાઇટનો કચરો વહેતો હોવાના આક્ષેપોને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા નહોતા. બીજી તરફ, કોમ્પોઝ પ્લાન્ટની મશીનરીમાં ટેકનિકલ ખામી હોવાનું જણાતા તેને પણ ઝડપથી દૂર કરી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરીઍ જણાવ્યું હતું કે, તૂટેલી પ્રોટેક્શન વોલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવી રહ્નાં છે અને ફક્ત ૧૫ દિવસમાં જ તે પૂર્ણ કરવામાં આવશે તેમજ મશીનરીની ખામીઓ પણ વહેલી તકે દૂર કરવામાં આવશે.

આ નિરીક્ષણ દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વાપી વિભાગના રિજનલ ઓફિસર ઍ.જી. પટેલ, ડેપ્યુટી ઇજનેર ઇન્દ્રવદન ઍસ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.