સાયલીમાં ૧૦૦ ઍકરમાં ૪૮ હજારથી વધુ રોપાઓનું વાવેતર
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૩ ઃ દાદરા અને નગર હવેલીના સાયલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વન વિભાગના સહયોગથી આજે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ ૧૦૦ ઍકરથી વધુ વિસ્તારમાં ૪૮ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. કાર્યક્રમનો હેતુ પર્યાવરણ સંરક્ષણ, હરિત વિકાસ અને ભાવી પેઢીઓને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાનો છે. આ પ્રસંગે મહેશભાઈ અગરિયાઍ જણાવ્યું કે વૃક્ષો માનવ જીવનનો આધાર છે અને વધતા પ્રદૂષણ તથા જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક પડકારો સામે દરેક નાગરિકે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈઍ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઁઍક પેડ માં કે નામ અભિયાનથી પ્રેરણા લઈને હરિયાળો પર્યાવરણ નિર્માણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, વન વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં.
