વાપી ટાઉનમાં ઘ્ફઞ્ પેટ્રોલ પંપ ટ્રાફિકજામનું કારણ
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી ઍસટી ડેપોની બાજુમાં આવેલા ઘ્ફઞ્-પેટ્રોલ પંપ પર રોજિંદા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. મુખ્ય રોડને અડીને આવેલા આ પંપના પરિસરમાં પર્યા જગ્યાનો અભાવ હોવાથી ઘ્ફઞ્ અને પેટ્રોલ ભરાવવા આવતા વાહનો રોડ ઉપર જ લાઇનમાં ઉભા રહે છે. સવાર-સાંજ ઓફિસ અને કે નોકરી ધંધે આવતા જતાં ખાનગી વાહનો અને રિક્ષાનો ભારે ધસારો રહે છે. તે દરમિયાન પંપ બહાર સુધી લંબાતી લાઇનને કારણે ઍક જ લેન બંધ થઈ જાય છે અને ટ્રાફિકજામ સર્જાય છે. સ્થાનિક વાહનચાલકોની માંગ છે કે પંપ સંચાલકો પરિસરમાં વાહનો ઉભા રાખવાની વ્યવસ્થા કરે અથવા તંત્ર દ્વારા ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવે. નહીંતર અકસ્માતનો ભય પણ વધી રહ્ના છે.
