વાપીમાં વરસાદ બાદ હવે વાયરલ બિમારીના કેસો દેખાવા માંડયા
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. અને વાતાવરણમાં ગરમી અને ભારે બફારો વધી જતાં લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી રહી છે.
બદલાતા હવામાનને કારણે વાયરલ તાવ, શરદી-ઉધરસ, ગળામાં દુખાવો, પેટના ચેપ, ઉલટી-ઝાડા સહિતની ઋતુજન્ય બીમારીઓનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્ના છે. વાપી પંથકના ઍક જુલાઈ થી ૭ જુલાઈ સુધીમાં ૩૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ત્યારબાદ અચાનક વરસાદ ગાયબ જેવો થઈ ગયો અને વાતાવરણ ખુલ્લું પડતા અહીં ગરમીનું પ્રમાણ સાથે બફારો અને ઠેર ઠેર ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ તેમજ દવાનો છટકાવ નહીં કરવામાં આવતા લોકોને સીઝનેબલ બીમારી થઈ રહી છે. જેને કારણે વાપી પંથકમાં આવેલા ખાનગી દવાખાના તેમજ આસપાસની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં ઓપીડી વિભાગોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ અગાઉ થી બીમારી ધરાવતા લોકો વધુ અસરગ્રસ્ત બન્યા છે. જે અંગે તાત્કાલિક વાપી વિસ્તારમાં દવાનો છટકાવ તથા જ્યાં પાણીનો ભરાવો થયો છે. તેવા સ્થળે થી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.
