Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

વલસાડમાં ઍસટીનું ‘આગ લાગે ત્યારે કુવો ખોદવા’ જેવું કામ

વલસાડમાં ઍસટીનું ‘આગ લાગે ત્યારે કુવો ખોદવા’ જેવું કામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૧૩ ઃ અતિવિલંબે વલસાડના ઍલાઇટીંગ પ્લેટફોર્મ વગરના બનેલા નવીન બસ સ્ટેશનનું ૨૦૨૩માં તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી પૂર્નેશ મોદીઍ લોકાર્પણ કર્યું હતું. માત્ર ત્રણ જ વર્ષમાં પ્લેટફોર્મ - મુસાફરોને -તીક્ષા માટે બનાવેલા ભાગને ઢાંકતા પતરાં કાણા થઈ જતા મુસાફરોને ભીંજવતા બદલવાની કાર્યવાહી દસેક દિવસથી ચાલી રહી છે  જે  ૧૨થી ૬ પ્લેટફોર્મ વચ્ચે પૂર્ણ થઈ રહી છે. વલસાડ ડેપોના બાંધકામ પૂર્વે ડિઝાઇન ખામીયુક્ત હતી. જેના લીધે સ્લેબના બદલે પતરાનું આયોજન કરવું પડેલું અને તેમાં પણ વ્યવસ્થિત ઢાળ ન હોતા મુસાફરોને તકલીફ વેઠવી પડતી હતી,  મુસાફરની શું હાલત થાત. પતરાં બદલવાનું કામ ચોમાસુ શરૂ થતા પૂર્વે તંત્રને કરવાનું કેમ સુઝ્યું નહીં? ઍવું મુસાફરોમાં ચર્ચાય છે, જે ભાગમાં કામ ચાલે છે ત્યાંના પ્લેટફોર્મ કામ ચલાઉ પટ્ટીઓ બાંધીને બંધ કરવામાં આવેલા છે, સલામતી માટે પ્રવાસીઓને વિશેષ જાણકારી પણ અપાઈ નથી. પ્રાંગણમાં આરસીસી કામ અને પૅવર બ્લોક પણ ઊંચા નીચા થયેલા પાણી ભરાય તેવા છે તેનું પણ સમારકામ જરૂરી છે.