કુંડી હાઈવે પરથી રૂ. ૧૯.૩૬ લાખના દારૂ સાથે બે ઝડપાયા
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને વધુ ઍક મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુંડી બ્રિજ પાસેથી લ્પ્ઘ્ની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને દમણથી સુરત તરફ લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ઍક લક્ઝુરિયસ ઈનોવા કાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને બાતમી મળી હતી કે મુંબઈ તરફથી ઍક ઈનોવા કારમાં મોટા -માણમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્ના છે. આ બાતમીના આધારે ટીમે નેશનલ હાઈવે-૪૮ પર કુંડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, મુંબઈ તરફથી આવતી શંકાસ્પદ ટોયોટા ઈનોવા કાર નંબરૅં ઞ્થ્-૦૫-ઘ્થ્-૮૭૮૩ ને પોલીસે અટકાવી હતી.
પોલીસે કારને આંતરીને તેની સઘન તલાશી લેતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
કારની અંદર ગુ રીતે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી નાની-મોટી કુલ ૩,૦૨૫ દારૂની બોટલો અને ટીન કબજે કર્યા છે.
લ્પ્ઘ્ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં જ કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. ૯.૨૭ લાખ થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલી ટોયોટા ઈનોવા કાર સહિત કુલ રૂ. ૧૯.૩૬ લાખનો મુદ્દામાલ જ કર્યો છે.પોલીસે કાર ચાલક સહિત બે આરોપીઓની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી છે.
