Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

સુખલાવમાં ઈલેકટ્રીશનને કરંટ લાગતાં મોત

સુખલાવમાં ઈલેકટ્રીશનને કરંટ લાગતાં મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૨ ઃ પારડી તાલુકાના સુખલાવગામે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરી રહેલા ઍક યુવકને અચાનક કરંટ લાગતા થાંભલા પરથી નીચે પટકાયો હતો અને ઍનો મોત થયું હતું. મળતી માહિતી મુજબ, પારડી તાલુકાના સોનવાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા અંકિતભાઈ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૧ કે જેઓ સુખલાવ ગામના અટવાડા ફળિયામાં આવેલ સુનિલભાઈ ચતુરભાઈ પટેલના ઘરના આંગણે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરવા માટે ગયા હતા. સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે કામ કરતી વખતે અચાનક શોર્ટ સર્કિટ અથવા કરંટ લાગવાને કારણે તેઓ ઇલેક્ટ્રિક થાંભલા પરથી નીચે પટકાયા હતા કરંટ અને નીચે પડવાને કારણે તેમના શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તેમને પારડી ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે અંકિત પટેલને મૃત જાહેર કર્યા હતા. 

આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ દિવ્યેશ રમેશભાઈ પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.