Damanganga Times.

Damanganga Times.

July 12, 2026

ચીવલમાં પ્રજ્ઞાચક્ષુને છત નસીબ થઈ

ચીવલમાં પ્રજ્ઞાચક્ષુને છત નસીબ થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા.૧૨ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના ચીવલ નાકા ફળિયામાં માનવસેવાનું ઍક પ્રેરણાદાયી કાર્ય સાકાર બન્યું હતું. દાતાઓના ઉદાર સહયોગથી અંધજન બાલુભાઈ સોમાભાઈ નાયક માટે નિર્માણ પામેલા નવા નિવાસસ્થાન (ઘરમંદિર)નું ભવ્ય લોકાર્પણ પરંપરાગત આદિવાસી રીત-રિવાજ મુજબ નિવૃત્ત શિક્ષક નવીનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. બાલુભાઈ નાયક છેલ્લા છ વર્ષથી અત્યંત જર્જરિત અને તૂટી પડેલા ઘરમાં જીવન વિતાવી રહ્ના હતા. અંધત્વ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમને સરકારી આવાસ યોજના સહિત અન્ય કોઈ નોંધપાત્ર સરકારી સહાય પ્રા થઈ નહોતી. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને દાતાઓ અને સેવાભાવી વ્યક્તિઓઍ આગળ આવી તેમના માટે નવું પાકું ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો, જે આજે સાકાર બન્યો છે.

લોકાર્પણ સમારોહમાં દાતાઓ, યુવાનો, ગ્રામજનો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવોઍ જણાવ્યું હતું કે સાચી માનવતા જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં સુખ, સુરક્ષા અને આત્મસન્માન સ્થાપિત કરવામાં રહેલી છે. 

બાલુભાઈ માટે નિર્માણ પામેલું આ ઘર માત્ર ઈંટ-સિમેન્ટનું મકાન નથી, પરંતુ સમાજની સંવેદના, ઍકતા અને સેવાની ભાવનાનું જીવંત પ્રતિક છે.

પ્રસંગ દરમિયાન પૂજાનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા ઍ રહી કે વિવિધ સમાજના લોકો સાથે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્ના હતા, જે સામાજિક ઍકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. દાતાશ્રીઓ અને સહયોગી ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો માટે સૌને આગળ આવવાની અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં બાલુભાઈ સોમાભાઈ નાયકને શુભેચ્છાઓ પાઠવી તેમના નવા જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવુક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે દિલીપ પટેલ, સતિષ પટેલ, ભાવેશ પટેલ, કૃતેશ પટેલ, રોહીન સુઈ, તાલુકા પંચાયત સભ્ય વિનોદભાઈ પટેલ, વિજ્ઞાન પ્રયોગ શાળા સુખાલાના આચાર્ય હરેશભાઈ પટેલ, હરીશ પટેલ (હરીશ આર્ટ, વાપી), આરટીઓ કચેરી વલસાડના મહેશભાઈ ગરાસિયા, વાપી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ધીરુભાઈ નાયક, ર્ય્ીજ્ઞ્ઁણુંરૂ ર્ષ્ીશ્વશ્વજ્ઞ્ંશ્વસ્ન્ ઝ઼ર્ત્ર્ીર્શ્વીષ્ટ્યશ્વના કો-ઓર્ડિનેટર શંકરભાઈ પટેલ સહિત સ્થાનિક વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. અંતે તમામ દાતાશ્રીઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.