સાપુતારા મીની કાશ્મીર બન્યું ઃ પ્રવાસીઓનું ઘોડાપૂર
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૨ ઃ ગુજરાતના ઍકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા જ સમગ્ર વાતાવરણ અત્યંત આહલાદક અને મનમોહક બની જતાં મની કાશ્મીરની અનુભૂતિ સહેલાણીઅોને થઈ રહી છે. જેથી ચાલુ વીકેન્ડમાં સાપુતારા ખાતે વાસીઓની ચિક્કાર ભીડ ઉમટી પડી હતી સાપુતારા અને તેની તળેટીના વિસ્તારોમાં આવેલી તમામ હોટલો, હોમસ્ટે અને ટેન્ટ રિસોર્ટ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયા છે. ગીરાધોધ પણ હાલમાં પૂરજોશમાં ઊભરાઈ રહ્ના છે, જેનો નજારો માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી. બીજી તરફ સાપુતારા-માલેગામ ઘાટમાર્ગથી લઈને સાપુતારામાં પ્રવાસસ્થળો પર પણ વાહનોની લાંબી કતારોથી ટ્રાફિકજામ જાવા મળ્યો હતો. વરસાદના વિરામ બાદ સાપુતારામાં સમયાંતરે સર્જાતી ગાઢ ધુમ્મસની ચાદર વચ્ચે પ્રવાસીઓઍ ગુજરાતના આ હિલ સ્ટેશન પર જાણે મિની કાશ્મીરની અનુભૂતિ કરી હતી. સહેલાણીઓઍ ટેબલ પોઈન્ટ ખાતે ઘોડેસવારી, ઊંટ સવારી અને રોપવે જેવી પ્રવૃત્તિઓની મજા માણી હતી.આ ઉપરાંત, પર્વતોની વચ્ચે અન્ય વિવિધ ઍડવેન્ચર ઍક્ટિવિટીઓનો આસ્વાદ માણી પ્રવાસીઓઍ આ ખુશનુમા અને રોમાંચક વાતાવરણને કેમેરામાં કેદ કરીને પોતાના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.
