વલસાડમાં આર્મી ઓફિસરના નામે ડિજિટલ છેતરપિંડી
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડમાં સાયબર ઠગોઍ ઍક નવો કિમીયો અપનાવીને વેપારીને લાખોનો ચૂનો લગાવ્યો છે. આર્મી જવાન અને આર્મી ચીફ ઓફિસરની ખોટી ઓળખ આપીને ઠગોઍ ઍક દૂધના વેપારી સાથે ૫૯,૯૯૧ની ઓનલાઈન છેતરપિંડી આચરી છે. આર્મી કેમ્પ માટે દૂધ અને દહીંનો મોટો ઓર્ડર આપવાના બહાને વેપારીના બેંક ખાતામાંથી આ રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ મામલે વલસાડ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વલસાડ શહેર ના તીથલરોડ વિસ્તારમાં અમૂલ પાર્લર ચલાવતા વેપારીને ઍક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ સતિષકુમાર જણાવ્યું હતું. તેણે વેપારીને કહ્નાં કે વલસાડ પોલિટેકનિક કોલેજ પાસે આર્મી કેમ્પ યોજાવાનો છે. જેના માટે ૨૦ દિવસ સુધી દરરોજ ૪૦ લીટર ટેટ્રા પેક દૂધ અને ૨૦ કિલો દહીં સપ્લાય કરવાનો મોટો ઓર્ડર આપવો છે. ઍડવાન્સ પેમેન્ટ માટે આર્મી ચીફ ઓફિસર વીડિયો કોલ કરશે તેમ કહીને ઠગે વેપારીને વિશ્વાસમાં લીધો હતો. બીજા દિવસે, ખાખી યુનિફોર્મ પહેરેલી ઍક વ્યક્તિઍ વેપારીને વીડિયો કોલ કર્યો અને પોતાની ઓળખ આર્મી ચીફ ઓફિસર તરીકે આપી. તેણે વેપારીને બેંક ઍકાઉન્ટ ખોલવા જણાવ્યું અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્નાઁ તેવું બહાનું કાઢ્યું હતું. ઠગે વેપારી પાસે ઍક મોબાઈલ ઍપ ડાઉનલોડ કરાવીને તેનો બ્વ્ભ્ મેળવી લીધો હતો. બ્વ્ભ્ મળતાં જ વેપારીના ત્ઘ્ત્ઘ્ત્ બેંક ખાતામાંથી રૂપિયા ૫૯,૯૯૧ ઉપાડી લેવાયા હતાં. પોતાના ખાતામાંથી પૈસા કપાઈ ગયાની ખબર પડતાં જ વેપારીઍ ઠગના બંને મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંધ આવ્યા હતા. વેપારીઍ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પૈસા પરત ન મળતાં આખરે વલસાડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે અજાણ્યા સાયબર ઠગો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
