ઘ્ક્ષ્પ્ભ્-૨૦૧૯ અમલમાં આવતા દમણ-દીવના વિકાસને નવી ગતિ મળશે ઃ સાંસદ ઉમેશ પટેલ
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૨ ઃ દમણ-દીવ માટે લાંબા સમયથી પ્રતીક્ષિત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન (ઘ્ક્ષ્પ્ભ્)-૨૦૧૯ સત્તાવાર રીતે અમલમાં આવતા સાંસદ ઉમેશ પટેલે તેને પ્રદેશના વિકાસ માટે ઐતિહાસિક નિર્ણય ગણાવી કેન્દ્ર સરકાર તથા સંબંધિત તમામ વિભાગોનો આભાર વ્યક્ત કર્યો છે.
સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું કે વર્ષોથી ઘ્ક્ષ્પ્ભ્-૨૦૧૧ અમલમાં હોવાને કારણે દમણ અને દીવમાં વિકાસ કાર્યો, મકાન નિર્માણ, જાહેર સુવિધાઓ, પર્યટન, મત્સ્ય ઉદ્યોગ તેમજ અન્ય માળખાકીય વિકાસમાં અનેક અડચણો સર્જાતી હતી. સ્થાનિક નાગરિકો, જમીન માલિકો, વેપારીઓ અને માછીમાર સમાજ દ્વારા આ મુદ્દે સતત રજૂઆતો કરવામાં આવતી હતી, જેને તેમણે સાંસદ તરીકે કેન્દ્ર સરકાર અને સંબંધિત મંત્રાલયોના ધ્યાન પર વારંવાર લાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ઘ્ક્ષ્પ્ભ્-૨૦૧૯ અમલમાં આવતા અગાઉની યોજના કરતાં વધુ વ્યવહારુ અને વિકાસલક્ષી જોગવાઈઓનો લાભ મળશે. જેના પરિણામે રહેણાંક, જાહેર માળખાકીય સુવિધાઓ, પર્યટન અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે તેમજ દમણ-દીવના સર્વાંગી વિકાસના નવા માર્ગ ખુલશે.
સાંસદે આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ પ્રદેશ પ્રશાસન, સ્ટેટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (ફઘ્ક્ષ્પ્ખ્), પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય (પ્ંચ્જ્ઘ્ઘ્), ફઘ્લ્ઘ્પ્ તેમજ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે જ તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં સમગ્ર દમણને ઘ્ય્ક્ષ્-ત્ત્ શ્રેણીમાં સમાવેશ કરવા તેમજ દીવને સત્તાવાર રીતે દ્વીપ (ત્સ્ર્ન્શ્રીઁફુ)**નો દરજ્જો આપવા જેવા મુદ્દાઓ પર પણ હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. તેમના મતે આ નિર્ણયોથી પ્રદેશમાં આયોજનબદ્ધ વિકાસ, રોકાણ, રોજગાર અને પર્યટનને વધુ પ્રોત્સાહન મળશે.
સાંસદે કહ્નાં કે ઘ્ક્ષ્પ્ભ્-૨૦૧૯નો અમલ માત્ર વહીવટી નિર્ણય નથી, પરંતુ દમણ-દીવના ઉજ્જવળ ભવિષ્ય તરફનું ઍક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી પ્રદેશની પ્રગતિને નવી દિશા આપશે.
