Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

દમણમાં પીઍમ વિશ્વકર્મા યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દમણમાં પીઍમ વિશ્વકર્મા યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૨ ઃ  ઍમઍસઍમઈ વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે જાગૃતિ લાવવા માટે દમણની ગવર્નમેન્ટ ઍન્જિનિયરિંગ કોલેજના સભાગૃહમાં ઍક દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન પોલિટેકનિકના પ્રિન્સિપાલ બાલાગણેશન, ઍમઍસઍમઈ અધિકારી રામદેવ સુથાર તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કારીગરો, ઉદ્યોગસાહસિકો અને લાભાર્થીઓને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના હેતુ, લાભો અને નોંધણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઍમઍસઍમઈ વિભાગના પ્રવીણ દોઈફોડેઍ ઍમઍસઍમઈની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. 

કાર્યક્રમમાં યોજનાના વિવિધ લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અનેક લાભાર્થીઓઍ જણાવ્યું કે તેઓ પહેલેથી જ યોજનામાં નોંધણી કરીને તેનો લાભ મેળવી રહ્ના છે. સાથે જ નવા લાભાર્થીઓને પણ નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી વધુમાં વધુ પાત્ર કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતાં.