દમણમાં ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૨ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ડ્રગ્સ કંટ્રોલ ઓફિસર્સ (ઈન્ડિયા) વેલફેર ઍસોસિઍશનના ચોથા વાર્ષિક રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી ૪૦૦થી વધુ ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓઍ ભાગ લઈને દવાઓની ગુણવત્તા, દર્દીઓની સુરક્ષા, લાઇસન્સિંગ, ઓનલાઈન દવાઓના વેચાણ અને નવી ટેક્નોલોજી આધારિત નિયમન સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.ઍસોસિઍશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જી. ચેટર્જીઍ જણાવ્યું કે દરેક નાગરિક સુધી સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને અસરકારક દવાઓ પહોંચે તે સુનિડ્ઢિત કરવું ડ્રગ્સ કંટ્રોલ વિભાગની સૌથી મોટી જવાબદારી છે. તેમણે કહ્નાં કે ડિજિટલ ફાર્મસી, ઈ-કોમર્સ અને બાયોલોજિકલ દવાઓના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને નિયંત્રણ વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની જરૂર છે. સંમેલનમાં નકલી દવાઓ સામે કડક કાર્યવાહી, ઉત્પાદન ઍકમો સુધી તપાસનો વ્યાપ વધારવો, વિવિધ રાજ્યો વચ્ચે સંકલન મજબૂત બનાવવું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર નિયમન વ્યવસ્થા વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસ, સંશોધન, દવાઓની નિકાસમાં વધારો અને ભારતને વૈશ્વિક ફાર્મા હબ બનાવવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો. વક્તાઓઍ જણાવ્યું કે ગુણવત્તાના ઊંચા ધોરણો જાળવીને ભારતીય દવા ઉદ્યોગ વૈશ્વિક બજારમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે. કાર્યક્રમમાં દમણના અધિકારીઓઍ આવા રાષ્ટ્રીય સંમેલનને મહત્વપૂર્ણ ગણાવ્યું અને જણાવ્યું કે દેશભરના અધિકારીઓ વચ્ચે અનુભવ અને જ્ઞાનની આપ-લે થવાથી દવા નિયંત્રણ વ્યવસ્થા વધુ અસરકારક બનશે. કાર્યક્રમમાં દમણ પ્રશાસનના અધિકારીઓ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ વિવિધ રાજ્યોના ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
