વટાર હાઈસ્કૂલમાં શૈક્ષણિક વ્યાખ્યાન યોજાયું
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ ઍસ.ઍસ.બી.ડી દેસાઈ હાઈસ્કૂલ વટારમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિઓની ખેલવણી માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ વ્યક્તા તરીકે આર. કે. દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશન વાપીના પ્રોફેસર સાહિત્ય ક્ષેત્રે જેમનું ખૂબ ઉમદા પ્રદાન હોય રાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ ઍવોર્ડ વિજેતા ૧૫ જેટલી સ્વરચિત પુસ્તકો પ્રકાશિત કરનાર ઍવા ડૉ.જયંતીલાલ બી.બારીસે પોતાની આગવી વાક્છટાઓથી વિદ્યાર્થીઓને બાલ્યાવસ્થા દરમિયાન શિક્ષણ પ્રા કરવામા થતી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો શિક્ષણ હાલના સમયમાં કેટલું જરૂરી છે. વાંચન કરવાથી થતા ફાયદાઓ વગેરેનું વ્યવહારો ઉદાહરણો પૂરા પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકા ઍશ્વર્યા આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ.જયંતીલાલ બારીસ પોતાનો સમય આપી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ શાળાના આચાર્ય ડૉ.નિખિલ પટેલ તેમજ શાળાના સ્ટાફ મિત્રોઍ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
