Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

માણેકપુરમાં નવી સ્ટ્રીટલાઈટોનું લોકાર્પણ કરાયું

માણેકપુરમાં નવી સ્ટ્રીટલાઈટોનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૨ ઃ માણેકપુર ગામમાં ગ્રામજનોની સુવિધા અને રાત્રિના સમયે સુરક્ષિત અવરજવર સુનિડ્ઢિત કરવા માટે વિવિધ માર્ગો પર નવી સ્ટ્રીટ લાઇટોની સુવિધા ઉભી કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત માણેકપુર ડુંગળીફળિયાથી અદેસર ફળિયું, માણેકપુર નવીનગરી તરફ તેમજ માણેકપુર વિવેકાનંદ સ્કૂલથી સોનિયાવાડી તરફ જતાં માર્ગો પર નવી સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવામાં આવી છે. આ સુવિધાથી સ્થાનિક રહેવાસીઓને રાત્રિના સમયે સરળ અને સુરક્ષિત અવરજવરમાં નોંધપાત્ર લાભ મળશે. લોકાર્પણ પ્રસંગે ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ તેમજ માણેકપુર ગામના સરપંચ રાકેશભાઈ છોટુભાઈ વઘાત, ડેપ્યુટી સરપંચ  ભાવેશભાઈ માયાવંશી, પંચાયતના સભ્યો  ગણેશભાઈ,  સુનિલભાઈ,  જીગ્નેશભાઈ, પદ્માબેન, પૂર્વ સરપંચ મોહનભાઈ પાગી તેમજ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે ગામના આગેવાનોઍ જણાવ્યું હતું કે ગ્રામ વિકાસના કાર્યોને સતત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ ગામમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નો ચાલુ રહેશે.