Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

થ્રીડીમાં વન મહોત્સવ યોજાયો

થ્રીડીમાં વન મહોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૨ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (ભ્ઘ્ઘ્) દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.  ૅર્ણ્ફૂશ્રજ્ઞ્િઁં દ્દત્ર્ફૂ ર્ચ્ીશ્વદ્દત્ર્ દ્દત્ર્શ્વં્યત્રિં્ ઞ્શ્વફૂફૂઁફૂશ્વ ત્ઁજ્ઞ્દ્દર્જ્ઞ્ીદ્દજ્ઞ્રુફૂસ્ન્ૅ થીમ હેઠળ યોજાયેલા આ પર્યાવરણ સંરક્ષણ અભિયાનમાં સનાથન ટેક્સટાઇલ્સ લિમિટેડ (ર્લ્ીઁર્ીદ્દર્ત્ર્ીઁ વ્ફૂહૃદ્દજ્ઞ્શ્રફૂસ્ન્ ન્દ્દફુ.) દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ઘ્લ્ય્) હેઠળ સહયોગ આપવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત સુરંગીથી વેલુગામ સુધીના નેશનલ હાઇવેની બાજુમાં કુલ ૧૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પહેલનો હેતુ હરિયાળો વિસ્તાર વધારવો, પ્રદૂષણ ઘટાડવું તેમજ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.

કાર્યક્રમમાં દમણના કલેક્ટર સૌરભ મિશ્રા, સિલવાસાના કલેક્ટર પ્રિયંક કિશોર, વન વિભાગના અધિકારી મોહન દાસ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (ભ્ઘ્ઘ્)ના અધિકારી પ્રિયંકા કાપડી, સુરંગીના સરપંચ સંજય રાઉત, સનાથન ટેક્સટાઇલ્સ લિમિટેડના જૉઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અજય દત્તાણી, ડિરેક્ટર આકાશ દત્તાણી ઉપરાંત પીસીસી અને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં. સૌઍ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.

પીસીસી દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાનમાં સનાથન ટેક્સટાઇલ્સ લિમિટેડે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પહેલને દાદરા અને નગર હવેલીમાં હરિત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્નાં છે.