ભીલાડમાં આંગણવાડીના બાળકોને રેનકોટનું વિતરણ
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૨ ઃ ભીલાડ ગામે કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્લાટ પાડા તથા નવી નગરી વિસ્તારની આંગણવાડીના બાળકોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય નીતાબેન નિતેશભાઈ પાટકર, ગ્રામ પંચાયત ભીલાડના પ્રથમ નાગરિક સરપંચ વૈશાલીબેન કપિલભાઈ જાદવ, પિયુષભાઈ શાહ (વિશ્વ હિન્દુ પરિષદ) તેમજ પૂજાબેન પાટકર (ઍસ.ઍમ.સી. સભ્ય) ઉપસ્થિત રહ્ના હતાં. ઉપસ્થિત મહાનુભાવોઍ બાળકોને રેનકોટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સેવાકીય કાર્ય બદલ કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવા સમાજલક્ષી પ્રયાસો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
