Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાપીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૨ ઃ વાપીમાં આગામી રથયાત્રાને અનુલક્ષીને ડીવાયઍસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ રથયાત્રા આયોજકોને યાત્રા દરમિયાન જરૂરી તકેદારી રાખવા, નિયત સમય મુજબ નિર્ધારિત રૂટ પર જ યાત્રા શરૂ કરી સમયસર પૂર્ણ કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને કોઈ અડચણ ન થાય તે રીતે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. આયોજકો પાસેથી પણ જરૂરી સૂચનો અને રજૂઆતો લેવામાં આવી હતી. ઉપરાંત, રથયાત્રાના રૂટ પર આવેલા રસ્તાઓની મરામત તેમજ નીચા વીજ વાયરો સહિતની જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત વિભાગોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું. બેઠકમાં વાપી ઇસ્કોન સંસ્થા ઉપરાંત ડુંગરા, છીરી સહિત વિવિધ વિસ્તારોમાંથી રથયાત્રાનું આયોજન કરતા સંચાલકો ઉપસ્થિત રહ્ના હતા. બેઠકમાં સૌના સહકારથી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે રથયાત્રા યોજવા પર ભાર મૂકાયો.