બલીઠા સબવે ઍપ્રોચ રોડ પર માત્ર વેઠ ઉતારાઈ?
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી નજીક બલીઠા સબવેના ઍપ્રોચ રોડ પર ભારે વરસાદ બાદ રોડ બેસી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ગત સાહે થયેલા વરસાદના કારણે રોડનો ભાગ ધસી ગયો હતો. ત્યારબાદ જીયુડીસી દ્વારા માત્ર વેઠ ઉતારીને રોડ સમતળ કરવાની કામગીરી કરવામાં આવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જોકે, રોડનું કાયમી સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી ફરી વરસાદ પડતાં રોડની હાલત વધુ ખરાબ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
રોજબરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતાં હોવાથી અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. વાહન ચાલકોઍ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ કરી તાત્કાલિક ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ કરવાની માંગ કરી છે, જેથી ચોમાસા દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી ન પડે.
