ભાજપ પ્રદેશ મહિલા મોરચામાં વાપીની બે મહિલા અગ્રણીઅોનો સમાવેશ
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે વાપીના ગીતાબેન પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય તરીકે કાશ્મીરાબેન શાહને નિમણૂંક કરાય છે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશ મહિલા મોરચાના ુપ્રમુખ અંજુબેન વેકરીયા દ્વારા પ્રદેશના હોદ્દેદારોને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે વાપીના મહિલા અગ્રણી અને વલસાડ જિલ્લા મહિલા ભાજપ સંગઠનના મહામંત્રી ગીતાબેન પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ ભાજપની કારોબારી સભ્ય તરીકે વાપી નગરપાલિકાના માજી પ્રમુખ કાશ્મીરાબેન શાહની નિમણૂંક કરાય છે. તેઓની નિમણૂંકને લઇ વાપી, વલસાડ તેમજ મહિલા સંગઠનોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે.
