Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ જિલ્લામાં રથયાત્રા પૂર્વે મેગા કોમ્બિંગ

વલસાડ જિલ્લામાં રથયાત્રા પૂર્વે મેગા કોમ્બિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ,  તા. ૧૨ ઃ આગામી દિવસોમાં આવી રહેલા રથયાત્રાના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવાના હેતુથી સમગ્ર જિલ્લામાં ઍક દિવસીય ડે તથા નાઇટ મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી  તેમજ સુરત વિભાગના રેન્જ આઈજી  પ્રેમવીર સિંહની  સૂચના અને વલસાડ જિલ્લા પોલીસવડા  યુવરાજસિંહ જાડેજાના  સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૭/૨૦૨૬ના રોજ આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૭૭૩ પોલીસ અધિકારીઓ અને જવાનો મેદાનમાં ઓચિંતા ઓપરેશનને સફળ બનાવવા માટે વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટો પોલીસ કાફલો રસ્તા પર ઉતારવામાં આવ્યો હતો. જેમાં મદદનીશ પોલીસ અધીક્ષક -  ૦૧, નાયબ પોલીસ અધીક્ષક - ૦૨,  પીઆઈ ૧૮, પીઍસઆઈ ૧૯, પોલીસ કર્મચારીઓ  ૨૬૧, હોમગાર્ડ / જીઆરડી સભ્યો  ૪૭૨ કુલ ફોર્સ ૭૭૩ પોલીસ અધિકારીઓ અને જવાનોકોમ્બિંગ દરમિયાન વાહન ચકિંગ, હોટલ/ધાબા/ગેસ્ટ હાઉસ/ધર્મશાળા, ભાડુઆત/ફાર્મ હાઉસ, નાસતા/ફરતા આરોપીઓ, જામીન ઉપર છુટેલ આરોપી, પેરોલ ફર્લો પર છુટેલ આરોપી, શંકાસ્પદ સ્થળો, રેલ્વે સ્ટેશન/બસ સ્ટેશન, ઍ.ટી.ઍમ. શકમંદ ઇસમ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.