દમણના સાંસદે ચંડોરના ઍસટીપી અંગે ગંભીર આક્ષેપો કર્યા ઃ વાપી મનપાના કમિશ્નરે સ્થિતિ સાફ કરી
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, દમણ, તા. ૧૨ ઃ દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે રવિવારે નમધા-ચંડોર ડમ્પિંગ સાઇટનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ નિરીક્ષણ સમયે સ્થળની ખૂબ જ જર્જરિત સ્થિતિ બહાર આવી હતી. જેના કારણે પ્રદૂષિત કચરો વરસાદી પાણી સાથે સીધો દમણગંગા નદીમાં વહેતો જણાતા ઍ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી હોવાના આક્ષેપ તેમણે કર્યા હતાં.
જા કે વાપી મનપાના કમિશ્નર વાપીના ચંડોર સ્થિત વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં કચરાના નિકાલ અને મશીનરી બંધ હોવાના મુદ્દે દમણના સાંસદ દ્વારા કરેલા આક્ષેપ અંગે વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરીઍ સ્પષ્ટતા કરી છે.
મનપાના જણાવ્યા મુજબ, હાલ ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આવતો ભીનો કચરો કન્વેયર બેલ્ટ પર ચોંટી જતો હોવાથી ૧૨ જુલાઈના રોજ કન્વેયર બેલ્ટની સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મશીનરી થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી. જોકે, ૧૨ જુલાઈની બપોર બાદ મશીનરી ફરીથી કાર્યરત કરવામાં આવી હોવાનું મનપાઍ જણાવ્યું છે.
મહાનગરપાલિકાઍ વધુમાં જણાવ્યું કે હાલમાં પ્લાન્ટ ખાતે ઍકત્રિત થયેલા કચરાનું આગામી ૧૫ દિવસમાં, વરસાદની તીવ્રતા ઘટતા તબક્કાવાર વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે ઍક દિવસ અગાઉ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની હદમાં આવેલી ઍક ખાનગી જમીન માલિકની ઍક દિવાલ તૂટી પડી હતી. તેની મરામત અને પુનઃનિર્માણની કામગીરી પણ આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે તેમ મનપાઍ જણાવ્યું છે. સાથે વાપી કમ્પોઝ પ્લાનનો કોઈપણ જાતનો કચરો દમણગંગા નદીમાં નાંખવામાં આવતો નથી.
ઉલ્લેખનીય છે કે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે આજે નામધા-ચંડોર પ્લાન્ટની મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઅો નજરે પડી હોવાના આક્ષેપ સાથે પર્યાવરણ પ્રદુષણના નિયત ધોરણોના અમલ સાથે દમણગંગા નદીમાં પ્લાન્ટમાંથી લીકેજ અને પ્રદુષિત કચરાને વહેતો તાત્કાલીક અટકાવી સંબંધિત અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી હતી.
