કોષમપાડાથી રૂ.૯.૫૦ લાખનો લીલા ગાંજા સાથે ઍક ઝડપાયો
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૦ ઃ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને મળેલી બાતની આધારે ધરમપુર તાલુકાના કોષપાડા ગામમાં ઍક ઈસમના ત્યાં છાપો મારતા તેના ઘરેથી લીલા ગાંજાનો ૧૯ કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.૯,૫૦,૦૦૦ થાય છે. પોલીસે આ ગાંજાના જથ્થા સાથે આરોપી અજય શંકર કુંવર રહેવાસી કોષપાડાની ઍનડીપીઍસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
