Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

કપરાડાના સુથારપાડામાં નવી બેંક શાખા અને ખ્વ્પ્ શરૂ કરવા રજૂઆત

કપરાડાના સુથારપાડામાં નવી બેંક શાખા અને ખ્વ્પ્ શરૂ કરવા રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લાના  અંતરિયાળ ઍવા  કપરાડા તાલુકામાં આવેલા સુથારપાડા વિસ્તારમાં વસતા હજારો નાગરિકોની સુવિધા માટે નવી બેંક શાખા તેમજ ખ્વ્પ્ શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાઍ લેખિત રજૂઆત કરવામાં આવી છે. કપરાડાના વડોલી તાલુકા પંચાયત  ના શાસક પક્ષના નેતા અને સદસ્ય  ઉત્તમભાઈ મુળ્યાભાઈ પવાર દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આ અંગે ઍક પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.
 સુથારપાડા ઍ મોટો વિસ્તાર ધરાવે છે, પરંતુ આટલા મોટા ક્ષેત્રમાં હાલ માત્ર ઍક જ બેંક કાર્યરત છે. આ વિસ્તારમાં અંદાજે ૫૬,૦૦૦ જેટલા બેંક ખાતેદારો છે. ઍક જ શાખા હોવાને કારણે સ્થાનિક લોકોને અને ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.વિસ્તારમાં પૂરતી બેંકિંગ સુવિધાઓ કે ખ્વ્પ્ ન હોવાથી લોકોને નાણાકીય વ્યવહારો માટે દૂર સુધી ધક્કા ખાવા પડે છે. પત્રમાં જણાવ્યા અનુસાર, જો સુથારપાડા વિસ્તારમાં અન્ય ઍક નવી બેંક શાખા તેમજ ખ્વ્પ્ ની સુવિધા તાકીદે પૂરી પાડવામાં આવે તો સ્થાનિક જનતા અને ખાતેદારોને મોટી રાહત મળશે.
આ બાબતે કલેક્ટર કચેરી દ્વારા સકારાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠી છે.