વાપીમાં ૩૮૦ વિદ્યાર્થીઅોને રેનકોટ વિતરણ કરાયા
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૦ ઃ ચોમાસાની ઋતુ દરમિયાન સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વરસાદમાં અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી વાપીના સમાજસેવક કિરણ રાવલ દ્વારા વિવિધ વિસ્તારોમાં રહેતા આશરે ૩૮૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય અભિયાન હેઠળ વાપીના વિવિધ વિસ્તારો ઉપરાંત વલસાડ જિલ્લાના ગાડરિયા હેથલા ફળિયા સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રેનકોટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિરણ રાવલ સાથે તેમના ટ્રસ્ટ ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્ના હતા.
ઉલ્લેખનીય છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભે પણ કિરણ રાવલ દ્વારા અનેક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેનકોટ મળતા વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને વાલીઓ તેમજ શિક્ષકોઍ પણ આ સેવાકીય પહેલને આવકારી હતી.
