કપરાડાના લીખવડમાં ચર્ચ બનાવી ધમા*તરણના પ્રયાસ સામે આવેદન
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ કપરાડા તાલુકાના લીખવડ ગામે આદિવાસી સમાજની ખેતીલાયક જમીન પર ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મનું દેવળ ઊભું કરી, સ્થાનિક આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ કરાવવાનું ચાલી રહ્નાં હોવાનો ગંભીર આક્ષેપ કરતું આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે.
કપરાડા તાલુકાના લીખવડ ગામના જાગૃત નાગરિક કિશનભાઈ કાશીરામ ચૌધરી અને અન્ય ગ્રામજનો દ્વારા વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે, લીખવડ ગામના આદિવાસી પરિવારો પેઢીઓથી ખેતી-મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામના કેટલાક ઇસમો દ્વારા આદિવાસી સમાજને લાલચ આપીને અથવા દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાના -યાસો થઈ રહ્ના છે. આદિવાસીઓની વડીલોપાર્જિત ખેતીની જમીન પર દાદાગીરી અને ધાકધમકી આપીને દેવળ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.ગ્રામજનોઍ આક્ષેપ કર્યો છે કે, લીખવડ ગામના સરપંચ લક્ષ્મીબેન કાળુભાઈ ભીંવરા અને ગ્રામ પંચાયતના સભ્ય ગોપાળ બુધિયાઍ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પાકું દેવળ બનાવવાની મંજૂરી કે સંમતિ આપી દીધી છે. પંચાયતના દફતરે આવી કોઈ મંજૂરીની કાયદેસર નોંધ ન હોવા છતાં, બિન-ખેતી કરાવ્યા વગર ખેતીની જમીન પર ચર્ચ બાંધવાની પરવાનગી કોણે અને કઈ રીતે આપી, તેવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. આવેદનપત્રમાં ગામના જ કેટલાક સ્થાનિક ઇસમો તેમજ બહારના ખ્રિસ્તી પાસ્ટરોના નામોનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, આ લોકો આજુબાજુના ગરીબ આદિવાસીઓને લલચાવીને ઝડપથી ખ્રિસ્તી ધર્મમાં વટલાવી રહ્ના છે. આ આખી પ્રવૃત્તિ પાછળ કેટલાક ચોક્કસ રાજકીય આગેવાનોનું પીઠબળ હોવાનો પણ સણસણતો આક્ષેપ કરાયો છે. ગામના અંદાજે ૭૦ ટકા જેટલા આદિવાસી લોકોનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવી દેવાયું હોવાનો દાવો પણ રજૂઆતમાં કરાયો છે. તેમની પરંપરાગત ધાર્મિક પૂજા પદ્ધતિ અને રીત-રિવાજોનું રક્ષણ થાય , ખેતીની જમીન પર બની રહેલું આ ગેરકાયદેસર દેવળ તાત્કાલિક અટકાવવામાં આવે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે ઍવી ગ્રામજનોઍ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરીને ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ પણ ઘટના બનશે તો તેની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે.
