Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

દમણ-દીવમાં SIR પ્રક્રિયા પૂર્ણ : ૪૧ હજારથી વધુ ફોર્મ બાકી

દમણ-દીવમાં SIR પ્રક્રિયા પૂર્ણ : ૪૧ હજારથી વધુ ફોર્મ બાકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૦ ઃ  દમણ અને દીવમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (લ્ત્ય્)ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ ૧,૩૬,૩૬૪ મતદાતાઓમાંથી ૯૫,૧૪૪ મતદાતાઓઍ લ્ત્ય્ ફોર્મ જમા કરાવ્યા છે, જ્યારે ૪૧,૨૦૨ મતદાતાઓઍ હજુ સુધી પોતાનું નામ નોંધાવ્યું નથી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણી નોંધણી અધિકારી તથા ઉપકલેક્ટર આરતી અગ્રવાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પત્રકારોને લ્ત્ય્ પ્રક્રિયાની માહિતી આપી હતી. બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા, જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ સહિત અન્ય આગેવાનો હાજર રહ્ના હતા.
ઉપકલેક્ટર આરતી અગ્રવાલે જણાવ્યું હતું કે મતદાર યાદીનો ડ્રાફટ રોલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. હવે ૯ ઓગસ્ટ સુધી બૂથ લેવલ ઓફિસરો પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે. જે મતદાતાઓ કોઈ કારણસર લ્ત્ય્ પ્રક્રિયામાં રહી ગયા હોય તેઓ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ-૬ ભરી પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવવા અરજી કરી શકશે.તેમણે વધુમાં જણાવ્યું કે તમામ દાવા અને વાંધાઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧૧ સપ્ટેમ્બરે મતદાર યાદીનો અંતિમ રોલ જાહેર કરવામાં આવશે.