Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

ડુંગરા બુલેટ ટ્રેન સાઇટ પરથી ૫ ટન લોખંડના સ્ક્રેપની લૂંટ કરનાર બેની ધરપકડ

ડુંગરા બુલેટ ટ્રેન સાઇટ પરથી ૫ ટન લોખંડના સ્ક્રેપની લૂંટ કરનાર બેની ધરપકડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી અંદાજે ૫ ટન લોખંડની લૂંટ કરાવવાના મામલે  પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખના ભાઈ સહિત ૫ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સિક્યુરિટી સુપરવાઈઝર શિવજી.  ભદ્રા ની પોલીસ ફરિયાદ મુજબ, ૬ જુના રોજ સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હતો ત્યારે જાવેદ ઉર્ફે તગડું,આલીમોહમદ ઉર્ફે રાજા ટેમ્પો નંબર જીજે ૧૫ ઍ ટી.૮૨૯૪ લઈને આવ્યા હતા. આ જેઓ બુલેટ ટ્રેનની સાઇડમાં ગેરકાયદે પ્રવેશ કરી ક્રેનથી ૧.૭૫ લાખના લોખંડના સળિયા સહિતના સ્ક્રેપ ટેમ્પોમાં ભરી  લઈ જઈ રહ્ના હતા. ગાર્ડે ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરતાં આરોપીઓઍ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અંદાજે ૫ ટન લોખંડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં આરોપીઓ સાથે થાર જીપ લઈને વિપુલ ઉર્ફે વિક્કી પ્રવીણ હળપતિ પાઇલોટિંગ કરી રહ્ના હતો જે વાપી શહેર યુવા ભાજપ પ્રમુખનો ભાઈ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે પોલીસે કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેમની શોધખોળ ચાલુ છે.