બારોલીયાથી ગેરકાયદે પશુ ભરેલ ટેમ્પો ઝડપાયો
- byDamanganga Times
- 10 July, 2026
ધરમપુર, તા.૦૯ ઃ ધરમપુર પોલીસે બારોલીયા ગામના બારી ફળિયા નજીક ઝરીયા રોડ પરથી ગેરકાયદે પશુ પરિવહન કરતા મહીન્દ્રા બોલેરો પીકઅપ ઞ્થ્-૧૫-ળ્ળ્-૬૧૯૭ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન આગળ પાયલોટિંગ કરતી હ્નાન્ડાઈ વેન્યુ કાર ઞ્થ્-૧૫-ઘ્ન્-૯૭૯૫ પણ પોલીસના ધ્યાનમાં આવી હતી.
પોલીસે બોલેરો પીકઅપમાંથી બે ગાયો, ઍક મોબાઇલ ફોન અને પશુ બાંધવા માટેના દોરડા સહિત કુલ ૫.૧૫ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. તપાસમાં ગાયોને પરમીટ વિના તેમજ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડાથી બાંધી ક્રૂરતાપૂર્વક પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
ગેરકાયદેસર પશુ ભરેલ ટેમ્પો લઈ જતા મલુક મેહરાન ખાન રહે હાલ ખારવેલ ધરમપુર ની અટક કરી છે જ્યારે હ્નાન્ડાઈ વેન્યુ કારમાં પાયલોટિંગ કરનાર હનીફ જમીલ ખાન રહે વાઘછીપા અને બોલેરોના માલિક સલીમ હાસમ પઠાણ રહે આમોદિન રોડ ધરમપુર ફરાર હોવાનું સામે આવ્યું છે. ધરમપુર પોલીસે આ મામલે પશુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
