કલગામ દરિયા કાંઠેથી ડી-કમ્પોઝ હાલતમાં બાળકીની લાશ મળી
- byDamanganga Times
- 10 July, 2026
ઉમરગામ, તા. ૦૯ ઃ ઉમરગામ તાલુકાના કલગામ ગામના છાબડી ફળિયા વિસ્તારમાં દરિયા કિનારે ભરતીના પાણી સાથે તણાઈ આવેલી બાળકીની લાશ મળી આવી હતી. અજાણી છોકરી/બાળકીની ઉંમર આશરે ૮ થી ૧૦ વર્ષની હોવાનું જણાય છે. મૃતક બાળકીઍ શરીરે લાઈટ પિંક કલરનું ટી-શર્ટ પહેરેલું છે, જેના ઉપર બ્લુ કલરની ડિઝાઇન હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ નારગોલ મરીન ઉમરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.
હાલ મૃતક બાળકીના નામ-સરનામા કે વાલીવારસ જાણી શકાયા નથી. બાળકી વિશે કોઈ માહિતી હોય જણાય તો તાત્કાલિક મરીન ઉમરગામ પોલીસ સ્ટેશનને સંપર્ક નંબર ૬૩૫૯૬૨૬૧૪૦ ઉપર સંપર્ક સાધવા અપીલ કરી છે.
