Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

ડુંગરા પોલીસના ઍનડીપીઍસ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

ડુંગરા પોલીસના ઍનડીપીઍસ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઍનડીપીઍસ ઍક્ટના ગુનામાં લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લા ઍસઓજીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ટી. પરમારના નેતૃત્વમાં ઍસઓજીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સતત કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન ઍસઓજીના અધિકારીઓને મળેલી સંયુક્ત ચોક્કસ બાતમીના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઍનડીપીઍસ ઍક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી મંજુરુલ ઉર્ફે મોનાઈ મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ પડ્ઢિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તે ડુંગરા વિસ્તારમાં રહેતો હતો. આરોપીની ધરપકડ બાદ તેને ડુંગરા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ ઍસઓજીની આ સફળ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવામાં પોલીસને મહત્વની સફળતા મળી હોવાનું જિલ્લા પોલીસ તંત્રઍ જણાવ્યું છે.