Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

પારડી, ડુંગરી અને વાપીમાં લૂંટ-ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો

પારડી, ડુંગરી અને વાપીમાં લૂંટ-ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ વલસાડ જિલ્લા ઍલસીબીની ટીમે છેલ્લા આઠ વર્ષથી લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં ફરાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઍલસીબીની પેટ્રોલિંગ ટીમને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના પાલી જિલ્લામાં દરોડો પાડી આરોપી અશ્વિન જગદીશભાઈ ઠાકુર (ઉં. ૩૮)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વલસાડ જિલ્લાના પારડી, કુંગરી અને વાપી ઞ્ત્ઝ઼ઘ્ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટ અને ઘરફોડ ચોરીના કુલ પાંચ ગુનાઓમાં છેલ્લા આઠ વર્ષથી ફરાર હતો. ધરપકડ બાદ તેને વલસાડ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનાઓ અંગે વધુ પૂછપરછ માટે પારડી પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વલસાડ જિલ્લા પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી પકડથી દૂર રહેલા આરોપીને કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મળી છે. હવે આરોપી પાસેથી અન્ય ગુનાઓ અંગે પણ મહત્વની માહિતી મળવાની શક્યતા હોવાથી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.