Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

વલસાડમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પાલિકાઍ લાઉડ સ્પીકર ફેરવી ચેતવણી આપી

વલસાડમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પાલિકાઍ લાઉડ સ્પીકર ફેરવી ચેતવણી આપી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ,  તા. ૦૯ ઃ વલસાડ શહેરમાં દિન-પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ટ્રાફિક જામની મુખ્ય સમસ્યા પાછળ રસ્તા પર થતા ગેરકાયદેસર દબાણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેને પગલે વલસાડ નગરપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લાઉડ સ્પીકર ફેરવીને વેપારીઓ તથા લારી-ગલ્લા ધારકોને આખરી ઓલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો અને વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કપડાંની દુકાન ધરાવતા વેપારીઓઍ દુકાનની બહાર માર્ગ નડતર થાય તે રીતે રાખેલા પૂતળા (મેનેકવિન), કપડાં કે અન્ય ચીજવસ્તુઓ તાત્કાલિક અસરથી દુકાનની અંદર લઈ લેવી. આ ઉપરાંત, શહેરના રસ્તાઓની આજુબાજુ ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા લારી-ગલ્લા અને મંડપો પણ સદંતર હટાવી લેવા તાકીદ કરવામાં આવી છે.
વલસાડ નગરપાલિકાની ઍન્ક્રોચમેન્ટ શાખા દ્વારા અવારનવાર ઝુંબેશ ચલાવીને દબાણો દૂર કરવામાં આવે છે. આમ છતાં, પાલિકાની ટીમ જાય ઍટલે વેપારીઓ અને લારી-ગલ્લા ચાલકો પુનઃ આડેધડ રીતે દુકાનની બહાર સામાન ગોઠવી દે છે. આ પ્રકારની આડોડાઈ અને બેદરકારીના કારણે રસ્તાઓ સાંકડા બને છે અને પીકઅવર્સ દરમિયાન શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેનો ભોગ સામાન્ય જનતા અને વાહનચાલકો બને છે.
પાલિકા પ્રશાસને લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરી સીધી ચેતવણી આપી છે કે, જો આ સૂચના બાદ પણ કોઈ વેપારી, દુકાનદાર કે લારી-ગલ્લા મંડપ ધારકો માર્ગો પર દબાણ કરતા ઝડપાશે, તો તેમની સામે કોઈ પણ રાખ્યા વગર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સામાન જી અને દંડકીય પગલાંનો સમાવેશ થાય છે. પાલિકાની આ કડક સૂચના બાદ હવે વલસાડના મુખ્ય બજારોમાં દબાણો હટે છે કે કેમ અને ટ્રાફિક સમસ્યામાંથી લોકોને કાયમી મુક્તિ મળે છે કે નહીં, તે જોવું રહ્નાં.