Damanganga Times.

Damanganga Times.

July 12, 2026

વાપી કોર્ટ પરિસરના શૌચાલયમાં ગાંજો છુપાવનાર આરોપી ઝડપાયો

વાપી કોર્ટ પરિસરના શૌચાલયમાં ગાંજો છુપાવનાર આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ લાજપોર સેન્ટ્રલ જેલમાં ડુંગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા  પોક્સો કેસમાં સજા ભોગવી રહેલા ઍક આરોપી સામે વાપી કોર્ટ પરિસરના ચોથા માળે શૌચાલયમાં ગાંજો છુપાવવાના મામલે ડુંગરા પોલીસે ઍનડીપીઍસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીને કોર્ટમાં કેસની તારીખ માટે પોલીસ બંદોબસ્ત સાથે વાપી કોર્ટ લાવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપીઍ કોર્ટ પરિસરના ચોથા માળે શૌચાલયમાં ગયો હતો અને ગાંજો સંતાડી દીધો હોવાની માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શૌચાલયમાંથી ગાંજો મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડુંગરા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે. પોલીસે ગાંજો તેની પાસે કેવી રીતે પહોંચ્યો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.