વાપીમાં ઓનલાઇન રોકાણ કરાવી રૂ.૩.૪૦ કરોડની મહાઠગાઈ, ચાર દુબઈ ભાગી ગયા
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપી જીઆઈડીસી વિસ્તારમાં ક્રિપ્ટોકરન્સી, ફોરેક્સ અને રોબોટિક ટ્રેડિંગના નામે અંદાજે રૂ.૩.૪૦ કરોડની કથિત ઠગાઈનો મોટો પર્દાફાશ થયો છે. રોકાણકારોને દર મહિને ૫થી ૬ ટકા નફો અને મફત ડિજિટલ કોઈન આપવાના પ્રલોભનથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ અચાનક બંધ કરી દેવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. વાપી જીઆઈડીસી પોલીસે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર હોવાનું નાયબ પોલીસ અધિક્ષક બી ઍન દવેઍ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
પોલીસ તપાસ મુજબ વર્ષ ૨૦૨૩માં બોટબ્રો નામથી શરૂ કરાયેલી રોકાણ યોજના બાદ આરોપીઓઍ બોટબ્રો, ઍલ્ગોબોટ, બોટ અલ્ફા, ક્રોસમાર્કેટ. ઍઆઈ અને ટ્રેડક્રાફટ જેવા પ્લેટફોર્મ મારફતે રોકાણકારો પાસેથી નાણાં ઍકત્ર કર્યા હતા. ઍક લાખ રૂપિયા કે તેથી વધુનું રોકાણ કરનારને ૧૦૦ ડિજિટલ કોઈન મફત આપવાની કે તેથી વધુ રોકાણકાર્તાને કાર આપવાની ઓફર સાથે ભવિષ્યમાં તેની કિંમત અનેકગણી વધી જશે તેવી ખાતરી અપાઈ હતી.
શરૂઆતમાં કેટલાક રોકાણકારોને રિટર્ન આપી અને ઓનલાઈન ઍકાઉન્ટમાં ડિજિટલ કોઈન દર્શાવી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો.
પરંતુ ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ઍ તમામ વેબસાઇડ સહિતના પ્લેટફોર્મ અચાનક બંધ થઈ ગયા અને રોકાણકારોને નાણાં પરત આપવાનો ઇન્કાર થતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આ કેસમાં અંજલી રાહુલ યાદવ અને મિલન દિનેશ મહાલાનીની ધરપકડ કરી છે, જ્યારે કલીમ શેખ, વિકાસ બારેક, અરવિંદ દુબે અને લવીશ ચૌધરી ઉર્ફે નવાબ અલીની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓ સામે ગ્ફલ્, ઞ્ભ્ત્ઝ઼ ઍક્ટ અને ત્વ્ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
રોકાણકારોઍ વિથડ્રૉલ માટેની વાત કરી તો આરોપીઓઍ ક્રોસમાર્કેટમાં વધુ રોકાણ કરવાની શરત મૂકવામાં આવી હતી. અનેક રોકાણકારો પાસેથી વધારાના નાણાં પણ લેવામાં આવ્યા હતા, પરંતુ કોઈને રકમ પરત મળી નહોતી. ફેબ્રુઆરી ૨૦૨૬માં દુબઈથી ફોન કરીને ટૂંક સમયમાં ચુકવણી કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આરોપીઓઍ રોકાણકારોને ઓળખતા પણ નથી તેવી વાત કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષક બી ઍન દવેઍ અપીલ કરી છે કે, ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ કોઈન અથવા ટૂંકા સમયમાં ઊંચા નફાની લાલચ આપતી કોઈપણ યોજનામાં રોકાણ કરતાં પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરે. બિનચકાસેલ યોજનાઓમાં રોકાણ કરવાથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે.
