Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

વલસાડ જિલ્લામાં ૮૨ જેટલાં નવા મહેસૂલી તલાટી મુકાયા

વલસાડ જિલ્લામાં ૮૨ જેટલાં નવા મહેસૂલી તલાટી મુકાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લામાં મહેસૂલી તલાટી તરીકે ૮૨ જેટલા નવા તલાટી મુકાયા છે જેમાંથી ૮૧ મહેસુલી તલાટીઅોને આજે વિવિધ તાલુકાઅોમાં નિમણૂંક અપાઈ છે
જેમાં વલસાડમાં ૧૫ પારડીમાં ૧૩ વાપીમાં પાંચ ઉમરગામમાં ૧૪ ધરમપુરમાં ૧૫ કપરાડા માં ૧૪ અને નાનાપોડામાં ૫ મહેસુલી તલાટી મુકાયા છે. જેને લઇ વર્ષોથી ખેડૂતોના તેમજ જમીનદારોના કામો અટકેલા છે તેને વેગ મળશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત  મહેસૂલી તલાટી, વર્ગ-૩ અંતર્ગત લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના આખરી પરિણામના આધારે મહેસૂલી તલાટી સંવર્ગ, વર્ગ-૩ માં નિમણૂક આપવા પાત્ર ઠરેલ ઉમેદવારો પૈકી કુલ-૮૨ ઉમેદવારોને વલસાડ કલેકટર કચેરી, ખાતે  નિમણૂક આપવામાં આવી છે. જેમાંથી જિલ્લા ખાતે કુલ-૮૧ મહેસૂલી તલાટી ઉપસ્થિત રહ્ના હતા જેમાંથી વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે ૧૩ અને શહેરી વિસ્તાર માટે બે તેમજ પારડી તાલુકામાં ૧૩ ઉમરગામ તાલુકામાં ૧૪ ધરમપુર તાલુકામાં ૧૫ કપરાડા તાલુકામાં ૧૪ તેમજ નાનાપોંઢા અને વાપી મામલતદાર કચેરી ખાતે પાંચ પાંચ મહેસૂલી તલાટીની નિમણૂક કરાય છે.
વાપી મામલતદાર કચેરી ખાતે નિમણૂક પામેલા પાંચ મહેસુલ તલાટીઓમાં સુરેશભાઈ નરસિંહભાઈ રાઠોડ માનવ વિજયભાઈ પવાર હર્ષિલ રાજેશ બોરડ પ્રતીકકુમાર ભાનુભાઈ દુઘત અને નિશાબેન સુરેશભાઈ પટેલ મુકાયા છે.
આમ વલસાડ જિલ્લાના ગામડાઓમાં મહેસુલ તલાટીઓની ખાલી પડેલી બેઠકને લઇ અનેક સમસ્યાઓ સર્જાતી હતી. જે સમસ્યાઓનો આ નવા મુકાયેલા મહેસુલી તલાટીઓને કારણે કામો ઝડપી થશે.