ખડકીમાં કેમિકલ જેવા પાવડરના પોટલા નાંખી જતાં ચકચાર
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૯ ઃ પારડી તાલુકાના ખડકી ગામમાં નેશનલ હાઇવે નંબર ની બાજુમાં કોઈ અજાણ્યા વ્યક્તિ કેમિકલ જેવા પદાર્થના પાવડરના પોટલા ભરીને નાખી જતા ગામમાં ચકચાર મચી ગઈ છે અને આજે સરપંચ શંકરભાઈ પટેલ દ્વારા પ્રદુષણ કંટ્રોલ બોર્ડ વાપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે શંકરભાઈ ના જણાવ્યા મુજબ આ પદાર્થ જે કોઈ વ્યક્તિ નાખી ગયું છે. ઍ વ્યક્તિ ને શોધીને ચોક્કસ જાણકારી મેળવી જોઈઍ અચાનક કેમિકલ વાળું પાવડર નેશનલ હાઇવે નંબર ૪૮ ના સર્વિસ રોડની બાજુમાં ખડકી જંગલ વિભાગની નર્સરીના સામે નાખી જતા ગામ લોકોના આરોગ્યને હાલમાં વરસાદમાં નુકસાન છે. જેથી આ પાવડરનો ચોક્કસ નિકાલ કરવા જોઈઍ ઍને ત્યાંથી ખસેડીને વહીવટી તંત્ર ઍનો નાશ કરવા જોઈઍ અચાનક આ રીતે કોઈ વ્યક્તિ જે અજાણ્યો હોય ઍ કેમિકલ જેવા દેખાતા ખતરનાક પાવડર કે જેમાંથી ધુમાડો નીકળતો હોય ગ્રામજનો અવરજવર કરતા ભાઈ બીજ બન્યા છે. વળી અન્ય વાહન ચાલકો ને અસર કરે ઍવી સંભાવના છે નેશનલ હાઇવે નંબર ૪૮ ના ફ્રીજના નીચે બેઠેલા પડેલા છે ઍટલે વાહનો ને પણ લપેટમાં આવી જાય ઍવી સંભાવના છે અસંખ્ય વાહનો હાઈવેથી પ્રસાદ થતા હોય છે ઍટલે વહીવટી તંત્ર દ્વારા પ્રદૂષણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી તપાસવા ધરી આ બોર્ડરનો નિકાલ કરાવવા જરૂરી બની ગયું છે. જનતાના હિતમાં જરૂરી બની ગયું છે.
