Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

ધરમપુરની ખાડીમાં તણાયેલા વાન ચાલકની ૫૪ કલાક બાદ લાશ મળી

ધરમપુરની ખાડીમાં તણાયેલા વાન ચાલકની ૫૪ કલાક બાદ લાશ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૯ ઃ ધરમપુર તાલુકાના ટાંકી આશ્રમ નજીક આવેલી ઉખડિયા ખાડીમાં ભારે વરસાદ દરમિયાન તણાયેલા સ્કૂલ વાન ચાલક અજયભાઈ ઉર્ફે સંદીપભાઈ ધીરૂભાઈ ગાંવિત ઉ.વ. ૪૨નો ૫૪ કલાકની સતત શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો પ્રા માહિતી મુજબ, ઘટના સ્થળથી આશરે ૫ કિલોમીટર દૂર કોસમકુવા–તુંબી વિસ્તારના ડુંગરી ફળિયા  જુલન ખાડી પાસે વાંસની જાળમાં મૃતદેહ ફસાયેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધરમપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ અને ફઝ઼ય્જ્ના જવાનોઍ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. અજયભાઈ ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીને લેવા ગયા હતા. પરત ફરતી વખતે તેઓ ૧૧ વર્ષની વિદ્યાર્થિનીને પીઠ પર બેસાડી પાણીમાંથી પસાર થઈ રહ્ના હતા, ત્યારે બંને ઉખડિયા ખાડીમાં તણાઈ ગયા હતા. સ્થાનિકોની સતર્કતાથી વિદ્યાર્થિનીનો બચાવ થયો હતો, પરંતુ અજયભાઈ વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. ઘટના બાદ છેલ્લા ૫૪ કલાકથી ધરમપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ, ફઝ઼ય્જ્, પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે પાણીના પ્રવાહ વચ્ચે ચાલેલી આ કામગીરી આખરે સફળ રહી હતી  મૃતદેહ મળ્યાના સમયે મામલતદાર ઍચ. ઍમ. ધોળીયા, પી આઈ ઍન ઝેડ ભોયા, પોલીસ સ્ટાફ, તુંબી, ટાંકી અને કોસમકુવા વિસ્તારના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટયા હતા પ્રા માહિતી અનુસાર, પોસ્ટમોર્ટમની -ાથમિક કાર્યવાહી પણ સ્થળ પર જ હાથ ધરવામાં આવી હતી. અજયભાઈના નિધનથી  સમગ્ર વિસ્તારમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી જ્યારે છેલ્લા બે દિવસથી બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ જવાનોની તનતોડ મહેનતને સ્થાનિકો દ્વારા બિરદાવી હતી.