Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

વરસાદગ્રસ્ત સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીઍ નવસારી–વલસાડ જિલ્લાની પણ સમીક્ષા કરી રાહત-બચાવની સાથે વધુ સાવચેતી, આયોજન માટે તાકીદ

વરસાદગ્રસ્ત સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીઍ નવસારી–વલસાડ જિલ્લાની પણ સમીક્ષા કરી રાહત-બચાવની સાથે વધુ સાવચેતી, આયોજન માટે તાકીદ


(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૦૯ ઃ  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવસારી અને વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે હાથ ધરવામાં આવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમાં નવસારી અને વલસાડ જિલ્લાઓમાં થયેલા વરસાદની સ્થિતિ, નદીના પૂર્ણ કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારો, હાથ ધરાયેલી રેસ્ક્યુ કામગીરી,  સ્થળાંતર તેમજ આશ્રયસ્થાનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વરસાદના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન, પાણી ઓસર્યા બાદ હાથ ધરવામાં આવેલી સ્વચ્છતા અને આરોગ્યલક્ષી ઝુંબેશ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
 મુખ્યમંત્રીઍ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓમાં વધુ સાવચેતી, આગોતરા આયોજન અને ઝડપી પ્રતિસાદ સુનિડ્ઢિત કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે અસરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય, આવશ્યક સેવાઓની સતત ઉપલબ્ધતા તેમજ પુનઃસ્થાપનની કામગીરી અસરકારક રીતે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
ઉપરાંત, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતાના ધોરણે ઝડપી પૂર્ણ કરવા માટે સંબંધિત વહીવટી તંત્રને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્યા હતા.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીઍ નવસારી અને વલસાડ જિલ્લાના પદાધિકારીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી જિલ્લાના વરસાદજન્ય સંજોગો, સ્થાનિક પડકારો તેમજ હાથ ધરાયેલી કામગીરી અંગે વિગતવાર તાગ મેળવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ વિક્રાંત પાંડે , નવસારી જિલ્લા પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ, નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાની, વલસાડ જિલ્લાના કલેકટર નીતિન સંઘવાન, નવસારી મહાનગરપાલિકા કમિશ્નર જયેશ ઉપાધ્યાય બંને જિલ્લાના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્નાં હતા.